જમીનના જુના રેકોર્ડ મેળવો ઘરે બેઠા, જુઓ સંપૂર્ણ માહિતી ફક્ત 5 મિનિટમાં @iora.gujarat.gov.in
જમીનના જુના રેકોર્ડ મેળવો ઘરે બેઠા : 7/12 અને 8-અ ના દાખલા ઘરે બેઠા મેળવો ઓનલાઇન, ગુજરાત સરકારના Revenue Department દ્વારા લેન્ડ રેકોર્ડ સિસ્ટમને ઓનલાઇન બનાવવામાં આવેલ છે. Gujarat E Dhara તરીકે ઓળખાતી ડીજીટાઈઝેશન સિસ્ટમને ભારત સરકાર તરફથી પ્રશંસા મેળવી છે. આ સિસ્ટમને e-Governance Project માટે એવોર્ડ પણ મળેલો છે. ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોના હિત માટે મહત્ત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. હવે રાજ્યના ખેડૂતો મહેસૂલી રેકોર્ડ એટલે Land Record નમૂના 7/12, 8-A, 6 વગેરે Download કરી શકાશે. આ ડીજીટલ સાઇન્ડની નકલ AnyRoR Anywhere Portal અને iORA portal પરથી મેળવી શકાશે.
જમીનના જુના રેકોર્ડ મેળવો ઘરે બેઠા
નકલ પર કયુઆર કોડ (QR Code) ઉપલબ્ધ હશે. જેથી તેની અધિકૃતતાની ખાતરી ઓન-લાઇન કોઇપણ વ્યક્તિ-સંસ્થા કરી શકશે. મહેસૂલી સેવાઓના દસ્તાવેજો રાજ્યના નાગરિકોને સરળતાથી અને પારદર્શીતાપૂર્વક મળી રહે એ માટે રાજ્ય સરકારે i-ORA પોર્ટલ સહિત અનેકવિધ નવતર આયામો હાથ ધરીને આ સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે જેના પરિણામે રાજ્યના નાગરિકોના સમયની સાથે નાણાંની બચત પણ થઈ રહી છે.
આર્ટિકલનો વિષય | AnyRoR 7/12 Utara Online |
ભાષા | ગુજરાતી અને English |
સેવાનો ઉદ્દેશ | ગુજરાતના ખેડૂતો પોતાની જમીનના ૬, ૭/૧૨ અને ૮-અ ઘરે બેઠા ઓનલાઈન કાઢી શકશે. |
લાભાર્થી | ગુજરાતના તમામ ખેડૂતો |
Official Website AnyRoR | https://anyror.gujarat.gov.in |
Official Website i-ORA | https://iora.gujarat.gov.in |
ડીજિટલી સાઇન્ડ નકલ AnyRoR અથવા i-ORA પોર્ટલ પરથી મેળવી શકાશે
ઈન્ટરનેટ પર AnyRoR અથવા i-ORA પોર્ટલ ચાલુ કરો :- સૌ પ્રથમ ડીજિટલી સાઇન્ડ નકલ AnyRoR (https://anyror.gujarat.gov.in) અથવા i-ORA (https://iora.gujarat.gov.in) પોર્ટલ પર જાઓ. ત્યાં ચોથા નંબર પર VIEW LAND RECORD – RURAL પર ક્લિક કરો. ક્લિક કર્યા બાદ નીચે Select any one ( (કોઇ એક પસંદ કરો) એવુ લખેલું હશે. ત્યાં ક્લિક કરવાથી વિવિધ પ્રકારની વિગતો ખુલશે. આ વિગતોમાંથી જે પણ મહેસૂલી નમૂનાની વિગત જોઈતી હોય તેને સિલેક્ટ કરો.
કોઇપણ વ્યક્તિ ડિજિટલી સાઇન્ડ નકલ ઓનલાઇન મેળવી શકશે તેમણે ઉમેર્યું કે, જમીન માટેનુ મહત્વનું રેકર્ડ ગામ નમુના નં.6, 7/12, 8-અ ની અધિકૃત નકલો હાલે જે તાલુકા ઇ-ધરા કેન્દ્રો / ઇ-ગ્રામ્ય કક્ષાએથી ઉપલબ્ધ થાય છે, તે હવે કોઇપણ વ્યક્તિ ડિજિટલી સાઇન્ડ (Digitally Signed) નકલ ઓન-લાઇન મેળવી શકશે, તથા આ નકલ ઉપયોગ માટે અધિકૃત ગણાશે. આ માટે ભરપાઇ કરવાની થતી નકલ ફી પણ ઓન-લાઇન ભરવાની રહેશે. ડીજિટલી સાઇન્ડ નકલ AnyRoR (https://anyror.gujarat.gov.in) અથવા i-ORA (https://iora.gujarat.gov.in) પોર્ટલ પરથી મેળવી શકાશે. આ નકલ પર કયુઆર કોડ (QR Code) ઉપલબ્ધ હશે. જેથી તેની અધિકૃતતાની ખાતરી ઓન-લાઇન કોઇપણ વ્યક્તિ તથા સંસ્થા કરી શકશે.
AnyRoR Gujarat Website | અહીં ક્લિક કરો |
i-ORA Gujarat Portal | અહીં ક્લિક કરો |
No comments
Post a Comment